અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં જરૂરીયાતમંદ ને કીટ નું વિતરણ કરી માનવતાની મહેંક જોવા મળી. અત્યારે ચાલતો કોવીડ-19 નો રોગ ચાળામાં સરકાર ના નિયમો અનુસાર લોકડાઊનમા ઘણાખરા પરિવાર માટે આ સમય વિકટ પરિસ્થિતિ માં છે

 તો તેવા પરિવારો ને ધ્યાન માં રાખી બુટાલ ગામનું યુવાનો મંડળ દ્વારા કરીયાણાની સામગ્રી એકઠી કરી કીટો બનાવીને જરૂરીયાત મંદ ના ઘરે ઘરે જઈને સોસીયલ ડિસ્ટન્સ સાથે આપવામાં આવી હતી,

 જેમાં આગેવાનો તરીકે પરેશભાઈ બુટાલા, દિપકભાઇ બુટાલા, ધનજીભાઈ બુટાલા, ચંદુભાઇ ડાભી, બાબુભાઈ ડાભી, વિનોદભાઈ ડાભી વગેરે યુવાનો સહભાગી મળી પુન્ય ભરી કામગીરી હાથ ધરી હતી.

0 Comments