અરવલ્લીના બાયડના આંબલીયારા ગામે કોરોના પોઝિટીવનો વધુ એક કેસ નોંધાયો
કેતન પ્રણામી અરવલ્લી
જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૭ કોરોનાના પોઝિટીવ કેસ જે પૈકી એકનું મોત અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અટકવવા પૂરતી તકેદારી રાખવા છતાં ૧૭ જેટલા COVID-19 પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ આવનાર વ્યક્તિઓના રહેણાંક અને ગામ સહિતના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે સાથે આસપાસના પાંચ કિ.મી વિસ્તારમાં આવતા વિસ્તારને બફર ઝોન જાહેર કરી સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
અગાઉ ભિલોડાના કુશાલપુરા ગામમાં ૭૦ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા તેમનું મરણ થયું હતું બાદ ત્રણ જ દિવસના સમયગાળામાં અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૬ કેસ નોંધાયા હતા જયારે મંગળવારે વધુ એક બાયડના આંબલીયારા ગામના ૪૯ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બની કામગીરી હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસતારમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં ભિલોડા તાલુકાનો ૦૧ ધનસુરા -૦૨ કેસ,મેઘરજ -૦૪કેસ અને મોડાસા-૦૭, બાયડ-૦૩ મળી COVID-૧૯ કુલ-૧૭ પોઝીટીવ કેસ નોધાયા છે.
જિલ્લામાં નોંધાયેલ કેસમાં ૧૦ ગામ અને શહેરના કોરોના પોઝીટીના સંપર્કમાં આવનાર ૨૩૬ લોકો હતા. જે પૈકી ૧૫૪ લોકોને હોમ કોરોન્ટાઇન, જયારે ૧૩ને આઇસોલેટૅડ કરવામાં આવ્યા હતા જેમાં ૦૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જેને લઇ આરોગ્ય વિભાગ સતર્ક બની નોધાયેલ કેસના ગામોમાં જિલ્લા ખાતે બનાવેલ ૧૯૩ આરોગ્યની રેપીડ રીસ્પોન્સ ટીમોધ્વારા ગામની આજુ બાજુના ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ૨૬ ગામોને કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લઈ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

0 Comments